બેંગકોક: થાઈલેન્ડના પૂર્વોત્તર વિસ્તારના નાખોન રત્ચાસિમા શહેરમાં શનિવારે એક સૈનિક દ્વારા કરાયેલા આડેધડ ફાયરિંગમાં 20 લોકોના મોત થયા જ્યારે અન્ય 14 લોકો ઘાયલ થયાં. સ્વાસ્થ્ય એજન્સીઓએ આ જાણકારી આપી. દેશમાં ઈમરજન્સી સેવાઓનું સંચાન કરનારા ઈરાવન કેન્દ્રના અધિકારીએ આ જાણકારી આપી. આ કેન્દ્ર હોસ્પિટલની સૂચનાઓની સાથે સમન્વય કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અગાઉ રોયલ થાઈ પોલીસના પ્રવક્તા કૃષ્ણા પત્તનાચારોએને જણાવ્યું કે 10થી વધુ લોકોના મોત થયા હતાં જો કે ઘાયલોની સંખ્યાને લઈને તેમણે તત્કાળ કોઈ જાણકારી નહીં હોવાની વાત કરી હતી. નાખોન રત્ચાસિમા શહેરની પોલીસ સાથે સંપર્ક થતા તેમણે જણાવ્યું કે સૈનિક શહેરની બહાર તૈનાત હતો અને શરૂઆતમાં એક અન્ય સૈનિક અને મહિલાની હત્યા કરી અને ત્યારબાદ ત્રીજા વ્યક્તિને ઘાયલ કર્યો હતો. 



શહેરના અન્ય પોલીસ અધિકારીએ સૂચના આપવા માટે અધિકૃત ન હોવાનું કહીને પોતાની ઓળખ છૂપાવતા કહ્યું કે હુમલાખોરે પહેલા પોતાના ઠેકાણેથી બંદૂક લીધી અને પછી સમગ્ર રસ્તે ફાયરિંગ કરતો ક રતો ટર્મિનલ 21 મોલ પહોંચ્યો. આ શહેરને કોરાટના નામથી પણ ઓળખવામાં આવે છે. સોશિયલ મીડિયા પર મોલની બહાર રેકોર્ડ કરાયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો પાર્કિંગમાં છૂપવાની કોશિશ કરે છે અને ફાયરિંગ થઈ રહ્યું છે. 


અધિકારીઓએ જણાવ્યું કે મોલ અને બહારના રસ્તાઓ બંધ કરી દેવાયા છે અને પ્રશાસન બંદૂકધારીનેી ધરપકડ કરીને ફસાયેલા ગ્રાહકોને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયત્નો કરી રહ્યાં છે. રક્ષા મંત્રાલયના પ્રવક્તા લેફ્ટેનન્ટ જનરલ કોંગચીપ તંત્રાવાનિચે સંદિગ્ધ હુમલાખોરની ઓળખ જકરાપંત થોમ્મા તરીકે કરી છે. તેમણે કહ્યું કે પોલીસ અને સેનાની ટુકડીઓએ મોલ અને આસપાસના વિસ્તારોને ઘેરી લીધા છે.